સ્યુસાઇડ નોટ સોશિયલ મિડિયા પર મુકી બહેડારાયપુરાના યુવકનો આપઘાત

સુરત મહુવા તાલુકાના વેલણપુર ગામે અંબિકા નદીના પુલ પરથી બુધવારે બપોરે પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવતા ચકચાર મચી હતી.મહુવા તાલુકાના વેલણપુર ગામે બુધવારના રોજ ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે રહેતો 19 વર્ષીય યુવાન તેજસ બલ્લુભાઈ પટેલ વસારી જિલ્લાની 16 વર્ષીય સગીર પ્રેમિકા સાથે એક્ટિવા મોપેડ પર આવ્યા હતા.

સ્યુસાઈડ નોટ લખી બપોરે 3 વાગ્યાના અરસામાં વેલણપુર ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પરથી સગીર પ્રેમિકા સાથે ઝંપલાવ્યુ હતુ. અંદાજીત 60 ફૂટ ઊંચા પુલ પરથી નીચે પથ્થર પર પડતા બંનેનું સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતુ.ઘટના અંગે મૃતક સગીરા અને યુવાનના પરિવારજનોને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોતાના લાડકવાયાને મૃત હાલતમાં જોઈ પરિવારજનોના આક્રંદ થી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *