સુરતની આશાદીપ વિદ્યાલય ની ભૂતપૂર્વ શિક્ષિકાએ કર્યો ઘટસ્ફોટ, શાળા ના સંચાલકો કરતા હતા વારંવાર શારીરિક શોષણ

સ્ટાર ન્યુઝ ૭ ની ટીમ દ્વારા તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. પીડિત મહિલા શિક્ષિકાએ સ્ટાર ન્યુઝ ૭ને પોતાની આપવીતી અને વ્યથા જણાવવા માટે લેખિત માં અરજી કરી હતી. વધુમાં જણાવ્યું હતુકે તેનો જીવ જોખમમાં છે અને તેના પરિવારને પણ હાની થયી શકે છે તેમ છે. પીડિત મહિલાએ સ્ટાર ન્યુઝ ૭ ને આપેલા એક્લુસીવ ઈન્ટરવ્યું માં પોતાની હૈયા વેદના ઠાલવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બાબત વિષે તે કોઈ ને પણ જણાવશે તો તેને જાન થી મારી નાખવામાં આવશે.અને હા પહેલા દીવસથીજ શિક્ષિકાઓને જણાવી દેવામાં આવે છે કે તમે અહી નોકરી કરો કે પછી છોડી દો, તમારે સંચાલકોની શારીરિક જરૂરિયાતો ને તો સંતોષવી જ પડશે પણ અંતે આં મહિલા એ કંટાળીને મીડિયા ના દરવાજા ખટખટાવ્યા છે.

રાજકીય વગ ધરાવટી આશાદીપ શાળાના સંચાલકોની સાથે સાથે મહિલા પ્રિન્સીપાલ પણ આ પ્રકરણમાં સહભાગી છે.કારણ કે મહિલા શિક્ષિકાઓને અને વિધ્યાર્થીનીઓને શારીરિક સંબંધ માટે સંચાલકો પાસે મોકલવાનું કામ આ મહિલા પ્રીન્સીપાલ ના માથે છે. ઇન્ટરવ્યુંમાં પીડિત મહિલા એ જણાવ્યું હતું કે, મહેશભાઈ રામાણી, જીવનભાઈ રામાણી, શૈલેશભાઈ રામાણી ના કહેવાથી આ મહિલા પ્રિન્સીપાલ શિક્ષિકાઓ અને વિદ્યાર્થીનીઓ પર શારીરિક સંબંધ બનાવામાટે દબાણ કરતા હતા. તેમજ ભૂતકાળમાં એક મહિલા શિક્ષિકાએ આજ કારણોસર આત્માહત્યા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પરિવારની ખરાબ પરિસ્થિતિના કારણે મહિલાને સ્વીકારવી પડી હતી આ નોકરી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન બેલ વગાડી મહિલા કર્મીઓને ઓફીસ માં બોલાવી અડપલા પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *