સુરત હજારો કરોડ રૂપિયાના વ્યવસાય સાથે સંકળાયેલા સુરત કાપડ બજારના વેપારીઓએ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી ટેક્સમાં રાહત આપવા માગ કરી છે.
એટલું જ નહીં પણ કાપડ વેપારીઓની માગને નજર અંદાજ કરાઈ તો વેપારીઓ કપડાનું બજાર છોડીને બીજે ક્યાંક જવાનું વિચારી રહ્યા છે નહિતર સંઘર્ષ અથવા ચળવળના માર્ગ પર આગળ વધવા મજબુર બનશે એવી ચીમકી આપી છે.
સુરત કાપડ માર્કેટના વેપારીઓ સતત બે વર્ષથી ગંભીર મંદી અને કોરોના રોગચાળાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને કારણે દુકાનના ભાડા, પગાર સાથે નાના મોટા ખર્ચ પણ કાઢી શકતા નથી. સુરત કાપડમાં લગભગ 65 હજાર હોલસેલ વેપારની દુકાનો આવેલી છે અને વાર્ષિક 2-3 હજાર કરોડનો વેપાર કરે છે અને હાલ ચાર સંગઠન દ્વારા કાપડ બજારના વેપારીઓની સમસ્યાઓનું નિરાકરણ થઈ રહ્યું છે. આ તમામ સંગઠનો આ લડાયમાં સાથે હોવાનું તારાચંદ કાસતે જણાવ્યું છે. હોટલ, રેસ્ટોરન્ટની જેમ અમને પણ ટેક્સમાંથી રાહત આપો, કાપડના વેપારીઓની માગ પર ધ્યાન આપી વિચારવા અપીલ કરી છે.