CMએ મંગળવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકને લઈને વિસ્તરણની ચર્ચા જામી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ગતિવિધિ તેજ થઈ રહી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ સાથે મંત્રીમંડળ પૂર્ણ કદનું બનશે, જેમાં 27 જેટલા સભ્યો હોઈ શકે છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી પોતાના સંસદીય સચિવોની પણ નિમણૂક કરશે. ગુજરાત સરકાર અને ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, શક્યતઃ જુલાઇ માસ સુધીમાં ગુજરાત સરકાર પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. આ ઉપરાંત અમુક ધારાસભ્યો અને સંગઠનમાંથી પડતા મુકાયેલા કેટલાક સિનિયર નેતાઓને બોર્ડ અને કોર્પોરેશનમાં નિયુક્તિઓ પણ મળી શકે છે.
આવતા મંગળવારે મુખ્યમંત્રીએ ધારાસભ્યોની બેઠક બોલાવી છે, એમાં આનો સંકેત મળી જશે. હાલ સરકારમાં રહેલા ત્રણથી ચાર મંત્રીને પડતા મુકાશે, જ્યારે નવા સાતથી નવ ધારાસભ્યોને મંત્રી બનાવાઇ શકે છે. હાલના મંત્રીઓના પોર્ટફોલિયો બદલાઇ જશે. દરમિયાન મંત્રીઓ વિભાગની પેન્ડિંગ ફાઇલો ઝડપથી ક્લિયર કરવા લાગ્યા છે, જેના પરથી તેના વિભાગો બદલાવવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *