એક મહિના પછીના બીજા ડોઝ માટે ધસારો

એક મહિના પછી અમદાવાદમાં કો-વેક્સિનનો બીજો ડોઝ લેવા લોકોની લાઈનો જોવા મળી હતી. ખાસ કરીને 18થી 44 વયજૂથના લોકો માટે સરકારે કો-વેક્સિન ઈન્ટ્રોડ્યુઝ કરી હતી.
દેશમાં પહેલી મેથી 18થી 44 વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ જ્યારે 21 લાખથી વધુએ એક ડોઝ લઈ લીધો છે. બુધવારે કુલ 33,503એ રસી મુકાવી હતી. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે કો-વેક્સિનનો સ્ટોક લગભગ એક અઠવાડિયા સુધી નિયમિત આવ્યો હતો.
ત્યારબાદ સ્ટોક આવવાનો બંધ થઈ ગયો હતો. આ કારણે જે લોકોએ કો-વેક્સિનો પ્રથમ ડોઝ લઈ લીધો હતો તેવા લોકોને વેક્સિનનો બીજો ડોઝ ક્યારે મળશે તે સમસ્યા ઊભી થઈ હતી. કો-વેક્સિનના બે ડોઝ વચ્ચે 28 દિવસનો ગાળો રાખવાનો નિયમ છે. જેમ જેમ બીજો ડોઝ લેવાની તારીખ નજીક આવી રહી હતી તેમ તેમ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. 19,893 પુરુષ, 13,610 મહિલાઓ જ્યારે 45 વર્ષથી ઉપરના 4995એ રસી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *