મધ્યપ્રદેશનાં કાજુના વેપારીએ સુરતમાં મિલકતમાં રોકાણ કરવામાં 80.42 લાખ ગુમાવ્યા હતા. વેપારીએ તેની સાથે છેતરપિંડી કરનાર બે આરોપી સામે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઈન્દોરની અશોકા કોલોનીમાં રહેતા કાજુ અને કરિયાણાનો વેપાર કરતા ફૈસલ ઇબ્રાહીમ સુપેડીવાલાએ 2002માં તેના બે મિત્રો મારફતે ઉનમાં ગોલ્ડન પાર્ક નામના પ્રોજેકટમાં 10 લાખના એક ફલેટ લેખે 12 ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતું.
ફૈસલે આરોપી જમીન માલિક પ્રફુલ નાવડીયા અને ડેવલપર જીતેશ કદમ સાથે ડી ટાવરમાં 7 અને સી ટાવરમાં 5 મળી 12 ફ્લેટો નો 87.42 લાખમાં સોદો નક્કી કરી વર્ષ 2012-13માં રૂપિયા ચુકવી દીધા હતા. આરોપી પ્રફુલ નાવડિયા અ્ને જીતેશ કદમે ફૈસલના ડી ટાવરના 7 ફ્લેટ બીજાને વેચી માર્યો હતા. ત્યાર બાદ વેપારીને 7 ફલેટોના 40 લાખ આપવાનું કહી 7 લાખ આપ્યા હતા.
12 ફ્લેટના 87 લાખ લઇ 7 ફ્લેટ બીજાને વેચી નાખ્યા
સુરતમાં મિલકતમાં રોકાણ કરવામાં 80.42 લાખ ગુમાવ્યા હતા.