કોરોનાને કારણે બંધ પડેલું લર્નિંગ લાઇસન્સનું કામ દોઢ મહિના બાદ ફરી શરૂ

સુરત કોરોનાને કારણે બંધ પડેલું લર્નિંગ લાઇસન્સનું કામ દોઢ મહિના બાદ ફરી શરૂ થયું છે. દોઢ મહિનામાં અપોઇન્ટમેન્ટ લીધા બાદ એક્ઝામ ન આપી શકેલા અંદાજે 21,600 અરજદારોની અપોઇન્ટમેન્ટ રી-શિડ્યુલ કરાઈ છે.

જોકે, પાકું લાઇસન્સ આવતા 5 માસ લાગશે. સુરત આરટીઓ હેઠળ કુલ 4 આઇટીઆઇ અને 2 પોલિટેક્નિક કોલેજો મળી રોજની 480 અપોઇન્ટમેન્ટ અપાય છે. આઈટીઆઈ કોલેજોમાં રોજની 96 અને પોલિટેક્નિક કોલેજોમાં રોજની 48 અપોઇમેન્ટ અપાય છે.
જો કે દોઢ મહિનામાં એક્ઝામથી વંચિત રહેનારને વધારાના અરજદાર ગણી કોલેજ દીઠ રોજના મહત્તમ 20 અરજદારોની અપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરવામાં આવી છે.

આરટીઓએ જૂના કાચા લાઇસન્સના અરજદારોનો સમાવેશ કરવા કોલેજોમાં 10-10 અપોઇન્ટમેન્ટ વધારી છે.

કોરોનાને લીધે દોઢ માસથી કામગીરી બંધ હતી, એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરાઈ

ભારણ વધ્યું પણ માંડ 10-10 એપોઇન્ટમેન્ટ જ વધતા સમસ્યા ઉકેલાતા વાર લાગશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *