આંબાનું મૂળ વતન ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર બર્માના હિમાલયના પહાડી પ્રદેશો મનાય છે. જોકે ગુજરાતના લગભગ તમામ વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન થાય છે. મધમીઠી કેરી સૌકોઈની પ્રિય હોય છે.
ત્યારે લોકોને કેરીની મીઠાશની સાથે સાથે ઝેરમુક્ત ઉત્તમ ફળ મળી રહે એ માટે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામે શિક્ષક પોતાના પરિવાર સાથે પ્રાકૃતિક રીતે કેરીની ખેતી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને જ્ઞાનના પાઠ ભણાવતા ભરતભાઈ પટેલ પોતાની 10 વીઘા જમીનમાં આંબા થકી 350 મણ કેરીનું ઉત્પાદન મેળવીને આ વર્ષે 2 લાખથી વધુની કમાણી કરી ચૂક્યા છે.
મહુવા તાલુકાના સણવલ્લા ગામના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક એવા ભરતભાઈ પટેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે. પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે. ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરી છે.
ગૌમૂત્ર તથા ખાટી છાશ કૃષિ પાકોમાં રોગ નિયંત્રણનું ઉત્તમ કામ કરે છે: ભરતભાઈ પટેલ
આ વર્ષે 2 લાખથી વધુની કમાણી કરી ચૂક્યા