શહેરમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે, અને કેસ 3 આંકડાથી બે આંકડાની અંદર જવાની તૈયારીમાં છે. શહેરમાં ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ 40 ટકા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
કોરોના ટોચ પર હતો ત્યારે શહેરમાં કોવિડ હોસ્પિટલમાં 7600 બેડ હતાં. હવે કોરોના ધીમે ધીમે કાબૂમાં આવી જતાં 4500 બેડ જ કાર્યરત છે. શહેરમાં છેલ્લા એક મહિનામાં 3100 જેટલા બેડ ઘટ્યા છે.
શહેરમાં એપ્રિલ અને મેમાં કોરોના સંક્રમણ ટોચ પર હતું ત્યારે અમદાવાદ મ્યુનિ.એ 172 હોસ્પિટલ સાથે એમઓયુ કરીને તમામ હોસ્પિટલમાં મ્યુનિ.ક્વોટાના 20 ટકા બેડ અનામત રાખ્યા હતા. આ 172 હોસ્પિટલમાં 7600 બેડમાં લોકોને કોરોનાની સારવાર અપાતી હતી. સાથે આ હોસ્પિટલમાં મ્યુનિ. ક્વોટાના કુલ 1500થી વધારે બેડ ઉપલબ્ધ હતાં. દરમ્યાન છેલ્લા 6 દિવસથી શહેરમાં કોરોના સંક્રમિતની સંખ્યા 200થી પણ નીચે આવી છે.
ત્યારે હવે શહેરમાં કોવિડ હોસ્પિટલ તરીકે 130 જેટલી જ હોસ્પિટલ રહી છે. એટલે કે 42 જેટલી હોસ્પિટલ આ યાદીમાં હવે નથી. એટલે કે 25 ટકા હોસ્પિટલ પણ હવે કોવિડ કેર હોસ્પિટલની યાદીમાં રહી નથી.
કોવિડ કેર સેન્ટરમાં પણ 800 બેડ બંધ,
40 ટકા હોસ્પિટલોમાં કોવિડ સિવાયની સારવાર શરૂ