તાઉતે વાવાઝોડાને કારણે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 9836 કરોડની સહાયની માગણી

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાને કારણે થયેલી પારાવાર તારાજી અને નુકસાન સામે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 9836 કરોડની સહાયની માગણી કરી છે. વાવાઝોડાને કારણે રાજ્યમાં મોટા પાયે ખેતી, જાનમાલ અને માળખાકીય સુવિધાને નુકસાન થયું હોવાનું જણાવી વિભાગવાર નુકસાનની વિગત સાથેનું મેમોરેન્ડમ મુખ્ય સચિવે કેન્દ્રને મોકલ્યું છે.
રાજ્ય સરકારે એનડીઆરએફનાં ધોરણો મુજબ રાહત સહાય માટે કેન્દ્રને રજૂઆત કરી છે. કેન્દ્રને મોકલાવેલા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે, 220 કિલોમીટરની ઝડપે પવન સાથેના તીવ્ર વાવાઝોડાને કારણે બાગાયતી વૃક્ષો અને ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
જનજીવનને પણ અસર પહોંચી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાને પણ વ્યાપક નુકસાન થયું છે. વાવાઝોડાથી કુલ 23 જિલ્લાને અસર થઈ છે. ઉપરાંત એસડીઆરએફ માટે પણ 500 કરોડની વધારાની સહાયની માગ કરાઈ છે.
કેન્દ્ર સરકાર પાસે 9836 કરોડની સહાયની માગણી કરી
વાવાઝોડાને કારણે બાગાયતી વૃક્ષો અને ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *