પેટ્રોલમાં 31 પૈસા અને ડીઝલમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. બે દિવસમાં પેટ્રોલમાં 57 પૈસા અને ડીઝલમાં 63 પૈસાનો વધારો કરવામાં આવતાં લોકોના ખિસ્સા પર ભારણ વધ્યું છે.
મે મહિનાથી વાત કરીએ તો આ એક જ મહિનામાં જ 19 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ચૂક્યાં છે. રોજના નજીવા ભાવ વધારા બાદ મુંબઇ, જયપુર સહિત દેશભરના અનેક શહેરમાં પેટ્રોલ 100 રૂપિયાએ પહોંચી ચુક્યું છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અનેક જિલ્લામાં પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે. અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં અંતર VATના કારણે હોય છે. 5 રાજ્યોમાં ચૂંટણી સમયથી કિંમતોમાં સ્થિરતા બાદ 4 મેથી ભાવમાં રોજ થોડા વધારા સાથે આજે સામાન્ય માણસની મુશ્કેલી વધી રહી છે. અને ગુજરાતમાં પણ નજીવો ભાવ વધારો થઇ રહ્યો છે.