પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં જે પ્રકારે વધારો થઇ રહયો છે તેવામાં લોકો સાયકલ લેવાનું વિચારી રહયાં છે
ત્યારે સુરતમાં સાયકલને રીસાયકલીંગ કરવાનો અનોખો પ્રોજેકટ ચાલી રહયો છે. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા અનોખો “રી સાયકલ પ્રોજેક્ટ” હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત જુની થઇ ગયેલી અને બિનઉપયોગી સાયકલ મેળવી તેને રીપેર કરાવી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવન ખાતે ૨૧ વિદ્યાર્થીઓને વિનામુલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુનિલ જૈન દ્વારા આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવ્યો છે. તેમણે સુરતના અલગ અલગ વિસ્તારમાં એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં પડી રહેલ નકામી સાયકલ ભેગી કરી તેને રીપેર કરાવવામાં આવી હતી.