અમેરિકા અને અન્ય માર્કેટની માંગ સુધરવાથી મે મહિનામાં ચીનની નિકાસમાં લગભગ 28 ટકાની વૃદ્ધિ થઈ છે. ત્યારે આ સમયગાળા દરમિયાન તેની આયાત 51 ટકા વધી હતી. દુનિયાના વિવિધ દેશ હવે કોરોના વાયરસ મહામારીના પ્રભાવમાંથી બહાર આવી રહ્યા છે. આ રિકવરીની આગેવાની ચીન કરી રહ્યું છે.
જે દેશોમાં રસીકરણ વધુ તેજીથી થઈ રહ્યું છે ત્યાં સ્થિત વધુ તેજીથી સુધારા પર છે.સોમવારે ચીનના કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં નિકાસમાં 40 ટકાનો વધારો થયો છે. 2019માં સમાન ગાળામાં નિકાસમાં 29 ટકાનો વધારો થયો છે. મેમાં ચીનની નિકાસ 263.9 અબજ ડોલર રહી, જે ગયા મહિનાના સ્તર બરાબર છે. ત્યારે મેમાં ચીનની આયાત 218.4 અબજ ડોલર રહી, જે એપ્રિલની તુલનામાં 1.2 ટકા ઓછી છે. ચીનમાં વેપારસરપ્લસ મેમાં 45.53 અબજ ડોલર રહ્યો છે. જે એક વર્ષ પહેલા કરતા 26.5 ટકા ઓછું છે.