મહામારી વચ્ચે પણ કોપર એટલે કે તાંબામાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે જેનું કારણ વૈશ્વિક અર્થતંત્રમાં સુધારાના સંકેત છે. ચીનમાં ઔદ્યોગિક ક્ષેત્રે કોપરની માંગ વધી છે. તે ઉપરાંત કોપરના વૈશ્વિક જથ્થામાંથી લગભગ 25 ટકા જેટલા માલનું ઉત્પાદન કરનાર ચિલીએ તેની માઇનિંગ પર 75 ટકા ટેક્સ લાદવાની ઘોષણા કરી છે.
આ કારણસર કોપની માંગ અને કિંત ઝડપથી વધ્યા છે. કોપરનો 65 ટકાભારતીય બજારની વાત કરીયે તો હાજર માંગમાં તેજીથી પાછલા મહિને વાયદો કામકાજમાં તાંબાની કિંમત 776.55 રૂપિયા પ્રતિ કિગ્રાને આંબી ગઇ હતી. હાલ એમસીએક્સ ખાતે જૂન ડિલિવરીવાળો કોપર વાયદો 738.70 રૂપિયા પ્રતિ કિગ્રાના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે. આગામી દિવસોમાં ઘર વપરાશના ઇલેક્ટ્રિક ઉપકરણો જેવા કે મિક્સર ગ્રાન્ડર, પાણીની મોટર, કુલર સહિતની ચીજો મોંઘી થઇ શકે છે. ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઉપરાંત કોપરનો ઉપયોગ હીટિંગ એલીમેન્ટ્સ, મોટર્સ, રિન્યુએબલ એનર્જી, ઇન્ટરનેટ લાઇન્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ થાય છે.સરકારા સામાન્ય બજેટમાં કોપર સ્ક્રેપ પરની આયાત જકાત 5 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરી દીધી હતી. તેનાથી દેશમાં તાંબુ સસ્તુ થવાની અપેક્ષા હતી પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીથી આવુ થઇ શક્યુ નહીં. આ કારણસર જ ઔદ્યોગિક ઉત્પાદનમાં તેજી આવી રહી છે. ઉદ્યોગોમાં વ્યાપક પ્રમાણમાં કોપરનો ઉપયોગ થાય છે અને આથી તેની માંગ વધી અને કિંમતો આસમાને પહોંચી છે.