માર્ચ ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું દેવું ઘટીને હવે 46.53 કરોડ બાકી રહ્યું છે. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીને 153.84 કરોડનું નુકસાન થયું હતું. હવે અનિલ અંબાણી આ દેવામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અનિલ અંબાણીએ હવે રિલાયન્સ ઈન્ફ્રા. ફંડ ભેગું કરવાનો નિર્ણય કર્યો છે. રવિવારે મળેલી બોર્ડ મીટિંગમાં બોર્ડે પ્રેફરન્શિયલ શેર દ્વારા 550.56 કરોડનું ફંડ ભેગું કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (RInfra)ની રવિવારે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (BOD)ની બેઠકમાં પ્રેફરન્શિયલ ધોરણે શેર ઈસ્યુ કરીને રૂપિયા 550.56 કરોડનું મૂડીભંડોળ એકત્રિત કરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશોને હાંસલ કરવા, ભવિષ્યમાં વૃદ્ધિને વેગ આપવા તેમ જ દેવાંનું પ્રમાણ ઘટાડવા માટે આ ભંડોળનો ઉપયોગ કરવામાં આવશે, એમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું. કંપની 8.88 કરોડ ઈક્વિટી શેરોના પ્રેફરન્શિયલ એલોટમેન્ટ તેમ જ કંપનીની ઈક્વિટી શેરોનું સમાન સંખ્યામાં વોરન્ટનું પ્રમોટર ગ્રુપ તથા વર્ડે ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ સાથે જોડાયેલી VFSI હોલ્ડિંગ પીટીઈ લિમિટેડને ઈસ્યુ મારફત આ ભંડોળ એકત્રિત કરશે. ગઈકાલે યોજાયેલી બેઠકમાં પોસ્ટલ બેલેટ મારફત આ દરખાસ્તો અંગે કંપનીના સભ્યો પાસેથી મંજૂરી મેળવવામાં આવી હતી.