કોરોનાને કારણે હોટલોને અંદાજે 2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જો કે બીજી બાજુ માત્ર એક જ વર્ષમાં હોમ કિચન બિઝનેસની સંખ્યા 10થી વધી 300 થઇ ગઈ છે.કોરોનાને કારણે શહેરની હોટલ ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેના ઓપ્શનમાં હોમ કિચનનો ટ્રેન્ડ વધતા એક જ વર્ષમાં હોમ કિચન પર આધારિત બિઝનેસ 300 જેટલા નવા ચાલુ થઇ ગયાં છે. કોરોનાને કારણે લોકો હેલ્ધી ફૂડ તરફ વળ્યા હોવાથી હોમ કિચન વધ્યા છે.કોરોનાને કારણે હોટલો બંધ હતી અને બીજી તરફ હેલ્ધી ફૂડ ખાવા માટેનો કન્સેપ્ટ વધ્યો હતો. જેમને ઘરની બહારનું જમવું હતું તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ હોમ કિચન હતું. એક વર્ષ પહેલાં 10 જેટલા જ હોમ કિચન શહેરમાં ચાલંુ હતાં. જ્યારે એક જ વર્ષમાં શહેરમાં હોમ કિચન 300 થઈ ગયા છે.
