અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું છેલ્લું ગીર કાંઠાને અડીને આવેલ દલડી ગામ. દલડી ગામ લોકો દ્વારા એસ.ટી. બસ, રોડ-રસ્તા, મોબાઈલ નેટવર્કને લઈને વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરી છે. તેમ છતાં સરકારનો વિકાસ આ ગામ સુધી પહોંચ્યો નથી.
ગ્રામજનો વિકાસની આશા બાંધી બેઠા છે, ત્યારે આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન શિક્ષણની મસમોટી વાતો વચ્ચે હજુ પણ દલડી ગામના વિદ્યાર્થી બાળકો ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે.આ છે, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું દલડી ગામ. ગીર કાંઠાને અડીને આવેલ 1500 લોકોની વસ્તી ધરાવતા દલડી ગામના સ્થાનિકોને એસ.ટી. બસ, રોડ-રસ્તા, મોબાઈલ નેટવર્ક સહિતની ઘણી બધી સમસ્યાઓ છે. અહીના વિદ્યાર્થી બાળકો પણ આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શિક્ષણથી વંચિત રહ્યા છે. મોબાઈલ નેટવર્કના અભાવે ગામના વિધાર્થીઓને ખબર જ નથી કે, આ ઓનલાઈન શિક્ષણ કોને કેહવાય છે.