ગુજરાતીમાં કહેવત છે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે .. બસ આવું જ કઇ બન્યું છે સુરતમાં. સાઇડ ઇન્કમ મેળવવાની લાલચમાં અનેક લોકો સાથે ગઠિયો કરોડો રૂપિયાની છેતરપીંડી કરી ફરાર થઇ ગયો છે.
સ્ક્રીન પર તમે જે લાઇનમાં પડેલી કાર જોવો છો તે કાર કોઈ કાર મેળાના કે ગેરેજ ના દ્રશ્યો નહિ પણ સુરત પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ કારો છે. હા વાત સાચી છે… સુરતમાંથી રાજ્યવ્યાપી કાર ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં ગઠિયાઓએ કાર બારોબાર ગીરવે મૂકી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દેતા શહેરમાં ફરિયાદીનો દોર શરૂ થઇ ગયો છે. સુરત ઇકો સેલમાં જે ફરિયાદ નોંધાઇ છે જેમાં આરોપી કેતુલ પરમાર જે મૂળ બનાસકાઠ અને સુરતના કામરેજ ખાતે આવેલ લાસકાણા ખાતે રહેતો છે. જે પહેલા તેને ફરિયાદીઓ પાસે ડી. જી. સોલાર કંપની ઝઘડિયા ખાતે કારો ભાડે મુકવાની હોવાથી તે બાબતે પ્રથમ 112 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી અને આ કૌભાંડી કેતુલ પરમારે સૌ પ્રથમ લોકોને સમયસસર કરારમાં નક્કી કરેલ મુજબ ભાડું ચૂકવતો પણ હતો.