ઉંમર એ ફક્ત આંકડો છે. જો તમે મન થી માની લો કે તમારી ઉંમર થઇ ગઈ છે તો તમે ક્યારેય જીવન ના નવા અનુભવો નહી માણી શકો. ગ્લેમર અને મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં સામાન્ય પણે એવી માન્યતા હોય છે કે ૩૦-૩૫ વર્ષ પછી સ્ત્રીઓ આ ક્ષેત્ર માં કામ ન કરી શકે પરંતુ અમદાવાદ ની ૪૦ વર્ષીય સિંગલ મધર બિન્ની ભટ્ટે આ માન્યતા ને ખોટી સાબિત કરી છે.
વર્ષ ૧૯૯૯ માં મિસ ગુજરાત નો ખિતાબ જીતી ચુકેલી બિન્ની એકલે હાથે પુત્ર ને ઉછેરી સિંગલ મધર તરીકે ની પણ તમામ જવાબદારીઓ નિભાવે છે. મિસ ઇન્ડિયા અર્થ ઇન્ટરનેશનલ માં સિલેકશન બાબતે સ્ટાર ન્યુઝ સેવન સાથે ની વાતચીત માં તેણે જણાવ્યું હતું કે, મારો પુત્ર મને બધી સ્પર્ધાઓ માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેના થી જ મને આ ઇન્ડસ્ટ્રી માં આગળ વધવાની પ્રેરણા મળી. તે મારા આંતરિક મનોબળ ને મજબૂત બનાવે છે. આમ તો મારે નાનપણ થી જ આ ક્ષેત્ર માં જોડાવવા ની ઈચ્છા હતી. જયારે પહેલી વાર ટીવી પર એશ્વર્યા, સુષ્મિતા ને રેમ્પવોક કરતી જોઇને મને પણ આ ઇન્ડસ્ટ્રી માં કામ કરવા નો રસ જાગ્યો. હું પહેલા થી જ એક NGO સાથે જોડાઈ ને સમાજ સેવા ની પ્રવૃત્તિઓ કરતી, બાળકો અને વુમન એમ્પાવરમેન્ટ માટે મે ઘણી પ્રવૃત્તિઓ કરી છે. જેના લીધે MS DIVAS ઓર્ગેનાઈઝેશને મને એપ્રોચ કરી અને ‘’મીસીસ ઇન્ડિયા ચેરીટી એમ્બેસેડર’’ ની બ્યુટી પેજન્ટ માં મે ભાગ લીધો. આ પેજન્ટ હું જીતી અને તે પછી મને મિસ ઇન્ડિયા અર્થ ઇન્ટરનેશનલ માટે નોમીનેટ કરવા માં આવી.
બ્યુટી પેજન્ટસ માં ભાગ લેતી મોડેલ્સ ને પોતાનો મેસેજ આપતા બિન્ની એ કહ્યું ભલે ગમે તે થાય પણ ક્યારેય કોન્ફિડન્સ ના ગુમાવશો. કોન્ફિડન્સ એ સૌથી મહત્વની વસ્તુ છે. તમે સ્ટેજ પર કેવી રીતે તમારી જાત ને રજૂ કરો છો તેના પર તમારી જીત નો આધાર છે. ભવિષ્ય ના આયોજન વિશે પૂછતા બિન્ની એ જણાવ્યું હતું કે હાલ માં તો મારું સમગ્ર ધ્યાન ‘’મિસ ઇન્ડિયા અર્થ ઇન્ટરનેશનલ’’ પર જ છે. જો હું આ પેજન્ટ જીતું તો મારે વૈશ્વિક સ્તરે કુપોષણ થી પીડાતા ગરીબ બાળકો માટે અને મહિલાઓ માટે કામ કરવું છે.
આમ, બિન્નીએ મોડેલિંગ ક્ષેત્રે સ્વબળે સફળતા મેળવીને ગુજરાતી સ્ત્રીઓ માટે સારુ ઉદાહરણ ઊભુ કર્યું છે.
સ્ટાર ન્યુઝ સેવન પરિવાર તરફ થી બિન્ની ભટ્ટ ને ખુબ ખુબ અભિનંદન.