રશિયાએ ભારતના કટ્ટર વિરોધી પાકિસ્તાન માટે પોતાનો ખજાનો ખોલી દીધો છે. રશિયાએ જાહેરાત કરી કે તેઓએ પોતાના કાસૂર શહેરથી પાકિસ્તાનના કરાચી શહેર સુધી પાઇપલાઇન પાથરવા માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ બાદ હવે પાકિસ્તાનમાં એવી આશા વ્યકત કરાઇ છે કે રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ ગેસ પાઇપલાઇનની આધારશિલાને રાખવા માટે કરાચીનો પ્રવાસ કરી શકે છે. આ ગેસ પાઇલ લાઇનનું નામ પહેલાં નોર્થ-સાઉથ ગેસ પાઇપલાઇન હતું અને હવે તેનું નામ પાકિસ્તાન સ્ટીમ ગેસ પાઇપલાઇન કરી દેવાયું છે. બંને દેશ શીત યુદ્ધના સમયથી ચાલતી આવતી પોતાની દુશ્મનીને ભૂલી સંબંધોને સારા બનાવા માંગે છે. આ કરાર પર રૂસ અને પાકિસ્તાનની વચ્ચે મૂળરૂપથી ૨૦૧૫ની સાલમાં કરાર થયો હતો. પરંતુ રૂસી કંપનીઓ પર અમેરિકન પ્રતિબંધોના લીધે ૧૧૨૨ કિલોમીટર લાંબી પાઇપલાઇનનું કામ શરૂ થઇ શકયું નથી.