તૌકતે વાવઝોડામાં નુકસાન માટે સરકારે જાહેર કર્યું કૃષિ પેકેજ, મુખ્યમંત્રીએ કહ્યું કે, 86 તાલુકાઓના અંદાજીત 2 લાખ હેક્ટરમાં ઉનાળુ અને બાગાયતી પાકમાં નુકસાન સામે આવ્યું છે. ગાંધીનગરમાં આજે કોર ગ્રૂપની બેઠક સમાપ્ત થઈ હતી. જેમાં તૌકતે વાવાઝોડાના કારણે ખેતીમાં નુકસાનના વળતર અંગે ચર્ચા કરી હતી. જે બાદ મુખ્યમંત્રીએ કૃષિસહાય પેકેજની જાહેરાત કરી છે.
બાગાયતી પાક માટે 1 લાખની સહાય.
જેમાં ફળ એટલે બાગાયતના વૃક્ષો નાશ પામ્યા છે. તેમને હેકટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય કરાશે. 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. રાજ્યમાં પ્રથમ વખત લાખ રૂપિયા પ્રતિ-હેક્ટર આપી રહ્યા છે. જે બાગાયતી ખેતીમાં ઝાડ ઉભા છે પરંતુ ફળો ખરી જવાથી નુકસાન થયું છે. તેમને 30 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અપાશે. આમાં પણ 2 હેક્ટર સુધી સહાય મળશે. સાથે સહાય માટે 33 ટકાથી વધુના નુકસાનની પણ વાત સહાયમાં છે.
ઉનાળા પાકમાં નુકસાનનું વળતર
બાગાયતી પાકોની સાથે ઉનાળા પાકમાં પણ જે ખેડૂતને નુકસાન થયું છે. તેમને પણ સહાયની જાહેરાત કરવામાં આવી રહી છે. સર્વેની કામગીરી પછી બાજરી, મગ, અડદ, તલ સહિતના ઉનાળું પાકમાં તૌકતે વાવાઝોડાના કારણે જેમને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે. તેમને પ્રતિ હેક્ટર 20 હજાર રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે. નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ થઈ જશે. ખેડૂતોના ખાતામાં સરકાર સીધી રકમ જમા કરી દેશે. કૃષિ સહાય પેકજ 500 કરોડ રૂપિયાનું હશે. જેનો બોજો કેન્દ્ર અને રાજ્ય પર પડશે. સર્વેની માહિતી મળ્યા બાદ આશરે 1 અઠવાડિયામાં તમામ ખેડૂતના ખાતામાં રકમ જમા થઈ જશે.
22 મેના દિવસે ધરાશાયી મકાન માટે પણ જાહેર કરી હતી સહાય
સંપૂર્ણ નાશ પામેલા મકાનને રૂપિયા 95 હજાર 100ની સહાય ચૂકવાશે. તેમજ દીવાલ ધરાશાયી થઈ હોય તેવા મકાન માટે રૂપિયા 25 હજારની સહાય આપવામાં આવશે. તેમજ જો ઝુંપડા નાશ પામ્યા હોય તેવા સંજોગોમાં રૂપિયા 10 હજારની સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.