ડાકોરની વર્ષો જૂની પરંપરા 7 મહિલાઓને કારણે તૂટી

ડાકોરની વર્ષો જૂની પરંપરા તૂટી છે. ડાકોરના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યું છે કે, એક સેવકે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ સેવકે મંદિર નિતિ નિયમો વિરુદ્ધ જઇ મહિલાઓને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરાવ્યા હતા. ત્યારે આ સેવકની તસવીર સામે આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મહિલાઓએ રણછોડરાયજીના આરામથી દર્શન કરીને ચરણ સ્પર્શ કરવાનો નિષેધ હોવા છતા 7 મહિલાઓએ દ્વારકાધીશના ચરણ સ્પર્શ કરીને દક્ષિણા પણ ધરી હોવાનો બનાવ બન્યો છે. ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને દર્શન કરતી જોવા મળી હતી. પરેશભાઇ રમેશચંદ્ર સેવક નામના વ્યક્તિએ આજે સવારના સમયે 7 મહિલાઓ સાથે રાજા રણછોડના નિજ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં હાજર પટાવાળાએ તેઓને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, છતાં તેઓએ ચરણ સ્પર્શ કર્યા હતા. પોલીસે મેનેજરની ફરિયાદ લઇને કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કહેવાયુ કે, ડાકોર મંદિરની વર્ષોથી પરંપરા તોડીને આ મહિલા શ્રદ્ધાળુઓએ ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *