PNB નેશનલ બેંક કૌભાંડમાં આરોપી અને ભાગેડું હીરા વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે. મેહલુ ચોક્સીને ડોમિનિકામાં ટ્રેસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. કેટલાક દિવસથી ચોક્સી એન્ટીંગુઆમાંથી ગાયબ થઈ ગયો હતો. અને વારંવાર છૂપવા માટે પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો. પરંતુ હવે ડોમિનિકા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. સાથે તેને ફરી એન્ટીંગુઆ પોલીસને સોંપી દેવાશે. 23 મેના દિવસથી એન્ટિગુઆથી મેહુલ ચોક્સીને ફરાર ગણાવ્યો હતો. છેલ્લે તેને પોતાના ઘર પાસે કારમાંથી નીકળતા જોવા મળ્યો હતો. અને પછી તે નજર ન આવતા મેહુલ ચોક્સી ક્યુબા જતો રહ્યો હોવાનો તર્ક લગાવવામાં આવ્યો હતો. કારણ કે, ક્યુબામાં પણ તેનો એક મોટો બંગલો છે. પરંતુ જ્યારે ડોમિનિકામાં હોવાની વાતને સ્થાનિક પોલીસને મળી તો, તુરંત તેની શોધખોળ બાદ ધરપકડ કરાઈ હતી.
