રાજકોટમાં કોરોના સતત ઘટવા લાગ્યો છે, વિષાણુ મેના પ્રથમ બે સપ્તાહ કરતા ઓછો સંક્રામક થયો છે પરંતુ, ફૂગથી થતો અને ફેલાતો મ્યુકોરમાઈકોસીસનો ઉપદ્રવ વધ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર આજે કોરોનાના આશરે ૨૫૦ દર્દીઓ એડમીટ છે તે સામે મ્યુકોરમાઈકોસીસના સમરસ સેન્ટરમાં ૯૦ અને સિવિલમાં ૩૧૦થી વધારે દર્દીઓ દાખલ છે. તો આઈ.એમ.એ.ના સૂત્રો અનુસાર શહેરમાં આશરે ૧૦૦૦ લોકો આની ઝપટે ચડી ચૂક્યા છે.