રાજ્યમાં એકતરફ કોરોનાવાયરસ અને મ્યુકોરમાઇકોસિસ મહામારી ચિંતા ઉપજાવી રહી છે. તો બીજી બાજુ થોડા દિવસોથી કોરનાના રસીકરણની ગતિ એકદમ ધીમી પડી રહી છે. સરકાર કહે છે કે, રસી જ કોરોનાનો રામબાણ ઇલાજ છે તો આટલી સુસ્તીને કારણે લોકોમાં પણ રોષ દેખાય રહ્યો છે. ત્યારે ત્રીજો વેવ આવે તે પહેલા રાજ્યમાં તમામ નાગરિકોને રસી મળી રહે તે માટે રાજ્ય સરકારે આજથી એટલે 24મી મેથી એક અઠવાડિયા માટે 18થી 44 વય જૂથનાં લોકોને એક લાખ ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રોજનો આ ડોઝ 30 હજાર લોકોને આપવામાં આવતો હતો. જેમાં 70 હજાર ડોઝનો વધારો કરવામાં આવ્યો છે.