કોરોના મહામારીમાં રેમડેસીવીર ઈન્જેકશન બાદ હવે મ્યુકરમાઈકોસીસના ઈન્જેકશન એમ્ફોટેરીસીન-બી ની ભારે અછત સર્જાઈ છે. મ્યુકોરમાઈકોસીસના દર્દીઓને તેમની જરૂરીયાત મુજબ ઈન્જકેશન મળી રહે તે માટે ગુજરાત સરકારે અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ગોઠવી છે.અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં દાખલ મ્યુકરમાઈકોસીસના દર્દીઓ માટે ઇન્જેક્શનની ફાળવણીની જવાબદારી સોલા અને અસારવા સિવિલને સોપાઇ છે.