સૌરાષ્ટ્રના જસદણમાંથી સરકારી ગાઈડલાઈન્સનો જાહેરમાં ઉલ્લંઘન થયો હોવાનું સામે આવ્યું છે. જસદણની આલ્ફા હોસ્ટેલમાં સંચાલક દ્વારા ધો. 5ના 500થી વધારે વિદ્યાર્થીઓના કોચિંગક્લાસ ચાલું હતા. આ અંગેની ચોક્કસ બાતમી પોલીસને મળતા કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ કેસમાં હોસ્ટેલ સંચાલક જયસુખ સંખારવાને રંગહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કોરોના વાયરસની બીજી લહેરમાં સરકાર તરફથી ટ્યુશન ક્લાસ અને સ્કૂલ્સ બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. છતાં પણ જસદણની આલ્ફા હોસ્ટેલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બોલાવીને કોચિંગ કરાવાતું હતું. જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. જેમાં રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા અને અમદાવાદ સહિત જિલ્લાના બાળકો આ હોસ્ટેલમાં હતા. મામલતદારે આ તમામ વિદ્યાર્થીઓને કોચિંગક્લાસમાંથી મુક્ત કરાવ્યા છે.