રાજકોટ માં આંગડીયા પેઢી ના કર્મચારી સાથે લુંટ, સમગ્ર ઘટના CCTV ટીવી માં કેદ

રાજકોટ શહેરમાં ચોવીસ કલાક ધમધમતા લીમડા ચોકમાં સોના-ચાંદીના ઘરેણાની લૂંટ થયાની ઘટના એ પોલીસની આબરૃના ચીંથરા ઉડાડતી ઘટના આજે મોડીરાત્રે ઘટી હતી. સુરત જવા માટે બસની રાહમાં રહેલા આંગડીયા પેઢીના કર્મચારી બાબુજી ઠાકોરને ધક્કો મારી પછાડી દઈ અંદાજે ૨૦ લાખથી વધુની કિંમતના હીરાના પેકેટ ભરેલા થેલાની લૂંટ થયાની ઘટનાથી પોલીસબેડામાં રાતે દોડધામ મચી ગઈ હતી. બે કર્મચારીઓ પૈકી એક જેવો ટિકીટ લેવા છુટો પડયો એટલી જ વારમાં લૂંટને અંજામ અપાઈ ગયો હોવાથી પોલીસ અલગ અલગ પાસા ચકાસી રહી છે.

પોલીચે ના સુત્રોથી મળેલ માહિતી અનુસાર, સોરઠીયાવાડી નજીકના પવનપુત્ર ચોકમાં આવેલી અક્ષર આંગડીયા પેઢીના બે કર્મચારીઓ આજે રાત્રે હીરાના પાર્સલ ભરેલો થેલો લઈને સુરત જવા માટે લીમડા ચોકમાં આવ્યા હતા. એક કર્મચારી સુરત માટેની ટિકીટ લેવા ગયો હતો. જ્યારે બીજા કર્મચારી બાબુજી ઠાકોર બસની નજીક જ ઉભા રહ્યા હતા. ત્યારબાદ સાથી કર્મચારી જેવો ટિકીટ લેવા ગયો અને બાબુજી ઠોકોર એકલો પડયો એટલીવારમાં ચાર શખસો ધસી આવ્યા હતા અને બાબુજીને ધક્કો મારી પછાડી દઈને ખભે રહેલો થેલો આંચકીને નાસી છુટયા હતા.

આ ઘટના અંગે પી.આઈ. વી.વી.ઓડેદરાના જણાવ્યા અનુસાર લૂંટમાં કોના કોના પાર્સલ હતા તે અંગે ચકાસણી કરાઈ રહી છે. અંદાજે ૧૫ લાખના હીરાની લૂટ થવાનું પ્રાથમિક અનુમાન છે આમ છતાં બીલ આવ્યા બાદ ખરો આંક બહાર આવશે. લૂંટમાં કેટલાક પાસાઓ પણ શંકાસ્પદ દેખાતા હોય તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. આ ઘટના નો ભેદ ઉકેલાઈ જવાની પણ પોલીસે આશા વ્યકત કરી હતી.

જે આંગડીયા પેઢીના કર્મચારી લૂટાયો હતો તે અક્ષર આંગડીયા પેઢી ચાર માસ પહેલા જ તા.૧૮/૧/૧૮ના રોજ શરૃ થઈ હતી. તેમ ભાગીદાર નટવરસિંહ સોલંકીએ જણાવ્યું હતું. કર્મચારીઓ ઉત્તર ગુજરાત તરફના હોવાનું જાણવા મળે છે.

શાસ્ત્રીમેદાનના ખૂણે લીમડા ચોકમાં લાખોના હીરાની લૂંટને પગલે મધરાત્રે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.રાજકોટ શહેરનો લીમડાચોક ૨૪ કલાક ધમધમતો રહેતો હોય છે, ત્યારે મોડીરાત્રે આ પ્રકારની લૂંટ બનતા સનસનાટી મચી જવા પામી હતી. રાત્રીના એક વાગ્યા સુધી શાસ્ત્રીમેદાનના ખુણે લોકોની ભીડ જોવા મળતી હતી. જલારામ ચોકી પાસેના થાંભલે ફિટ થયેલા સીસીટીવીના ફૂટેજ પોલીસે કઢાવ્યા હતા. મોડી રાત્રી સુધી ઘટનાની ફરિયાદ નોંધાઇ ન હતી.

સાથી ટીકીટ લેવા ગયો, ને ઠાકોર લૂંટાયો

અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી એવા બાબુજી ઠાકોરને આજે રાત્રે સુરત જવાનું હતું. બાબુજી ઠાકોરને તેનો સાથી લીમડા ચોકમાં હીરાના પાર્સલ સાથે મુકવા આવ્યો હતો. દરમિયાન બાબુજીનો સાથી ટીકીટ લેવા ગયા ત્યારે જ બાબુજીને ધક્કો મારી લૂંટારૃ હીરા ભરેલું પાર્સલ લઇ ઘડીના છઠ્ઠાભાગમાં ઓજલ થઇ ગયા હતા.

માત્ર ૧૫-૨૦ મિનીટ માં થઇ લુટ

સોમવારની મોડીરાત્રીએ લીમડા ચોકમાં બનેલી લૂંટની ઘટનામાં આરોપીઓએ માત્ર ૧૫-૨૦ સેકન્ડમાં જ લૂટને અંજામ આપ્યો હોવાનું આધારભુત સૂત્રો જણાવી રહ્યા છે. તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇ જાણભેદુ હોય તેવું લાગી રહ્યું છે. હાલ હીરાનું પાર્સલ હતું તેમાં કેટલી કિંમતના હીરા હતા તે અંગેનો ફીગર હજુ જાહેર થયો નથી. આ બેગમાં 20 લાખથી વધુનો મુદ્દામાલ હોવાની શક્યતા છે. લીંબડા ચોકની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *