પાટડી તાલુકાના ઝેઝરી ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી.

સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ઝેઝરી ગામે જૂથ અથડામણની ઘટના સામે આવી. ઝેઝરી ગામ 10થી વધુ અજાણ્યા શખ્સો તિક્ષ્ણ હથિયાર લઈને આવી ગયા હતા. અગાઉની તકરાર કે અંગત અગાવતને ધ્યાનમાં રાખીને આ શખ્સો એ ગામમાં આતંક મચાવ્યો હતો. ગામમાં અન્ય જૂથના લોકો પણ વળતા જવામમાં હુમલો કર્યો જેમાં ત્રણથી વધુ લોકોને ઈજા પહોંચી છે. એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી તકરારમાં 10થી  વધુ રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું. કેટલાક શખ્સો તમંચા, રિવોલ્વર લઈને આવતા તેમના દ્વારા ફાયરિંગ કરવામમાં આવ્યું હતું. ગામમાં આતંક મચાવના ઈસમો બાદમાં ફરાર થઈ ગયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોંતી. સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અસામાજીક તત્વો અને હથિયાર લઈને આવેલા લોકોની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *