હવે લાઈસન્સ કે RC BOOK સાથે નહી હોય તો પણ નહી ફાટે ચલણ

હવે ડ્રાઈવિંગ લાયસન્સ અથવા RC BOOK ઘરે ભૂલી ગયા હોય અને રસ્તામાં પોલીસ અટકાયત કરે તો ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત એક યુકિત અજમાવો. પોલીસ ચલણ નહી કાપી શકે.

વાસ્તવમાં સરકારે કોઇ પણ કામ માટે લાઇસન્સ કે અન્ય દસ્તાવેજોની હાર્ડકૉપી રાખવાની અથવા તો સાથે લઇને જવાની અનિવાર્યતા ખત્મ કરી દીધી છે. હવે તમારે એક ડિજિલૉકર ખોલવુ પડશે. આ સ્કીમને લૉન્ચ કરી દેવામાં આવી છે. અને તેમાં તમે તમારા તમામ જરૂરી દસ્તાવેજોની સૉફ્ટ કૉપી રાખી શકો છો. ડિજિલૉકરથી લોકોને બે પ્રકાર ના લાભ મળશે. એક તો દસ્તાવેજ સુરક્ષિત રહેશે અને બીજુ કે ક્યાંય પણ જરૂરિયાત ઉભી થાય તો તમે લૉકર ખોલીને તેનો ઉપયોગ કરી શકો છો.

ડિજિટલ લૉકર એટલે કે ડિજિટલ લૉકર પ્રધાનમંત્રીની મહત્વકાંક્ષી યોજના ડિજિટલ ઇન્ડિયાનો એક ખુબજ મહત્વનો હિસ્સો છે. ડિજિટલ લૉકરનો ઉદ્દેશ્ય જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા મહત્વના દસ્તાવેજોના ઉપયોગને ઘટાડવાનો અને એજન્સીઓ વચ્ચે ઇ-દસ્તાવેજોનાં આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.ડીજીટલ લૉકરમાં સેવ સોફ્ટ કૉપી સંપૂર્ણ રીતે માન્ય રહેશે.

ડિજિટલ લૉકરમાં ઇ-સાઇનની સુવિધા પણ છે જેનો ઉપયોગ ડિજિટલ રૂપે સાઇન કરવા માટે કરી શકાય તેમ છે. આંકડા અનુસાર PM મોદીની સરકાર દ્વારા લગભગ વર્ષ પહેલા શરૂ થયેલી ડિજિલૉકર સર્વિસમાં ૭૮ લાખથી વધુ લોકો રજીસ્ટર કરાવી ચુક્યા છે.

ડિજિટલ લૉકર બનાવવા માટે તમારે https://digitallocker.gov.in પર એકાઉન્ટ બનાવો. તેના માટે તમારા આધાર કાર્ડ નંબરની પણ જરૂર પડશે. સાઇટ પર સાઇન અપ કરો. જેમાં યૂઝર વેરિફિકેશન માટે બે વિકલ્પ હશે. પહેલો વિકલ્પ OTP છે. જેના પર ક્લિક કરતા તમારા આધાર સાથે લિંક મોબાઇલ નંબર પર આ પાસવર્ડ આવશે.

જો તમે બીજો વિકલ્પ એટલે કે અંગૂઠાનું નિશાન પસંદ કરો તો એક પેજ ખૂલશે જ્યાં તમારે તમારા અંગૂઠાનું નિશાન લગાવવાનું છે. જો આ નિશાન માન્ય હશે તો યૂઝર વેરિફિકેશન થઇ શકશે અને તમે તમારુ યુઝરનેમ અને પાસવર્ડ ક્રિએટ કરી શકશો. લૉકરમાંpdf,jpg”text-align: justify;”>હાલ દરેક યુઝરને 10MB સ્પેસ આપવામાં આવશે. જે પથી તેમાં 1GBનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. તેનાથી ઓનલાઇન દસ્તાવેજોની પ્રામાણિકતા સુનિશ્વિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *