તાઉ તે વાવાઝોડાનાં પગલે ગુજરાતમાં વેરાયેલા વિનાશની નિશાનીઓ રહી રહીને બહાર આવી રહી છે. ખેડુતોને થથેલા અપાર નુક્શાનીનો આંકડાની વિગતો મેળવવામાં આવી રહીછે. ‘તાઉ તે’ વાવાઝોડાના કારણે ભાવનગરના બ્લેક બક નેશનલ પાર્કમાં 21 કાળિયારના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. વાવાઝોડાનાં કપરા સમયમાં 50થી વધુ કાળિયારનું અલગ-અલગ જગ્યાએથી બચાવકાર્ય કરવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને આસપાસના વિસ્તારોમાં મોઢી સંખ્યામાં કાળિયારો મૃત્યુ પામ્યા હોય કે જખમી થયા હોય તેવી ઘટના સામે આવી હતી. રેસ્ક્યુ કરાયેલા કાળિયારોને અલગ અલગ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા છે.