ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવીડ કેર સેન્ટરમાં આગ લાગવાની ઘટનામાં પાલિકાના ત્રણ કર્મચારીઓ સસ્પેન્ડ થયા બાદ હવે બી ડીવીઝન પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ગત તારીખ 1લી મેની રાત્રિના સમયે કોવીડ કેર સેન્ટરના આઇસીયુ વિભાગમાં આગ ફાટી નીકળી હતી જેમાં કોરોનાના 16 દર્દીઓ અને બે ટ્રેઇની નર્સ મળી કુલ 18 વ્યકતિઓ જીવતા ભુંજાય ગયાં હતાં. આગની ગંભીરતા પારખી રાજય સરકારે બે આઇએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને વિપુલ મિત્રાને ભરૂચ દોડાવ્યાં હતાં અને તપાસ શરૂ કરવામા આવી હતી. આ મામલે બાદમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી.હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદકારી દાખવવા બદલ ipc 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે.આ મામલે.ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી છે.ભરૂચ વિભાગીય પોલીસ વડા વિકાસ સુંડાએ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં ડેઝીગનેટેડ કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *