વિશ્વબજારમાં રોકાણનું સ્થાન લઈ રહેલ ક્રિપ્ટો બજારના તહેલકાથી હવે નાના તો ઠીક મોટા રોકાણકારો પણ હવે ક્રિપ્ટોમાર્કેટથી દુર થઈ રહ્યાં છે. એક બાદ એક નકારાત્મક અહેવાલોને પગલે બિટકોઈન, ઈથેરિયમ સહિતની વર્ચ્યુઅલ કરન્સીમાં ફરી ભારે તારાજી સર્જાઈ હતી. ચીને ગત સપ્તાહે ક્રિપ્ટો કરન્સીમાં બેંકોને ટ્રાન્ઝેકશન ન કરવા દેવાનું સૂચન કર્યા બાદ 25%થી વધુનો કડાકો ચોતરફ ક્રિપ્ટો બજારમાં જોવા મળ્યો હતો. પરંતુ, ફરી ગઈકાલે ચીને સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનું ટ્રેડિંગ અને માઈનિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે. અને ચીનની આ ચાલ બાદ ક્રિપ્ટો બજારમાં કડાકો જોવા મળ્યો હતો.