ઘણી મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્ઝ (એફએમસીજી) કંપનીઓ તેમના ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે. ઉત્પાદનમાં મુકવામાં આવતા કાપમાં દૈનિક જરૂરિયાતની ચીજોનો સમાવેશ થાય છે. એફએમસીજી કંપનીઓના આ પગલા પાછળનું કારણ મોટી રિટેલ ચેઈન, ઇ-કોમર્સ કંપનીઓ અને ડિસ્ટ્રિબ્યુટરના ઓપરેશનલ સમસ્યાઓના કારણે ઓર્ડરમાં ઘટાડો છે. ભારતની સૌથી મોટી બિસ્કીટ ઉત્પાદક પાર્લે પ્રોડક્ટ્સે કેટલાક ક્લાયન્ટ્સનું ઉત્પાદન અટકાવી દીધું છે અને આધુનિક રિટેલ અને ઇ-કોમર્સ ચેનલ્સના ઉત્પાદનમાં 35-40% ઘટાડો કર્યો છે.