ભારતને રશિયા તરફથી ટૂંક સમયમાં S-400 મિસાઇલ સિસ્ટમની પ્રથમ ખેપ પ્રાપ્ત થવાની છે. રશિયાના સરકારી શસ્ત્ર નિકાસકાર રોસોબોરાના એક્ષ્પોર્ટનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ભારતને આ મિસાઇલ સિસ્ટમ્સ ઓક્ટોબર-ડિસેમ્બર સુધીમાં મળી જશે. S-400 એ રશિયાની સૌથી અદ્યતન સપાટીથી હવામાં માર કરનારી લાંબા અંતરની મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. ટ્રાયમ્ફ મિસાઇલ સિસ્ટમ 400 કિલોમીટરનાં અંતરથી દુશ્મન વિમાનો, મિસાઇલો અને ડ્રોનને નષ્ટ કરવામાં સક્ષમ છે. એજન્સી અનુસાર, ભારતીય નિષ્ણાતો રશિયા પહોંચી ગયા છે અને જાન્યુઆરી 2021 માં S-400 સંબંધિત તાલીમ શરૂ કરી દીધી છે.