આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ 50 અબજ ડોલરના એક ગ્લોબલ વેક્સિનેશન પ્લાનનો પ્રસ્તાવ કર્યો છે જે 2021ના અંત સુધી ઓછામાં ઓછા 40 ટકા વૈશ્વિક વસતી અને 2022ના પાછલા 6 માસ સુધી ઓછામાં ઓછા 60 ટકા વસતીના રસીકરણ માટે પૂરતી હશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચઓ, વર્લ્ડ બેંક, ગેવી, આફ્રિકન યુનિયન અને અન્યની જેમ પણ આઇએમએફ લક્ષ્યોનો પ્રસ્તાવ કરે છે, ભંડોળની જરૂરિયાતોનો અંદાજ આપે છે અને ત્રણ વ્યાપક તત્વો સાથે વ્યવહારિક કાર્યવાહીની રૂપરેખા આપે છે.