ત્વચા હોય કે વાળની જાળવણી કુદરતી સામગ્રીથી કરવામાં આવે તો તેના પરિણામો હમેશા સારા મળે છે. અને આવું એક ઈન્ગ્રિડીયન્ટ છે એલોવેરા. એલોવેરા ભારતમાં મહત્તમ મળી આવતાં લિલિએસી કેક્ટસની પ્રજાતિનો કેકટ્સ છે. આ છોડના રસમાં ત્વચા અને વાળને સ્વસ્થ બનાવવાની અપાર શક્તિ સમાયેલી છે. તેમાં સમાયેલાં ઉપચારાત્મક ગુણોને લીધે વર્ષોથી આ છોડનો ઉપયોગ ચિકિત્સક ઉદ્દેશ્યો, વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. એલોવેરા જેલના પાંદડાને વચ્ચેથી કાપી ચમચીની મદદથી જેલ કાઢવાનું રહેશે. આ જેલને બ્લેન્ડરમાં બ્લેન્ડ કરી દેવું.
ત્વચા માટે એલોવેરા જેલનો ફાયદો :
મોશ્ચ્યુરાઈઝ કરે છે :
એલોવેરા જેલ ઓઈલી ત્વચા માટે ખૂબ જ ઉપયોગી છે. જેનાથી ઓઈલી અને ખીલની સમસ્યામાંથી છુટકારો આપે છે. એલોવેરા આપણી ત્વચામાં પાણીની માત્રા વધારે છે, જેનાથી ત્વચા હાઈડ્રેટેડ રહે છે. જો તમારે કોમળ અને મુલાયમ ત્વચા જોઈતી હોય તો તમારા ચહેરા પર એલોવેરા જેલ અપ્લાઈ કરવી શ્રેષ્ઠ વિકલ્પ છે.
સનબર્નમાંથી રાહત આપે છે :
એલોવીરા મોજુદ ચિકિત્સકીય ગુણ તડકામાં બળેલી ત્વચા એટલે કે સનબર્નને યોગ્ય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારી ત્વચાને મોસ્ચ્યુરાઈઝ કરે છે. એલોવેરા સનબર્નને જલ્દી ઠીક કરવામાં મદદ કરે છે.
ખીલને ઘટાડે છે :
એલોવેરા જેલની અંદર બે હોર્મોન્સ હોય છે – ઓક્સિજન અને જિબરેલિન્સ. આ બંને હોર્મોન્સમાં એન્ટી ઈન્ફલેમેટરી ગુણ હોય છે. જેનામાં ત્વચા પર બેક્ટેરિયાને ઘટાડવાની શક્તિ હોય છે અને તેનાથી ખીલમાં ઘટાડો થાય છે. અને ત્વચાને આરામ પણ આપે છે. જેનાથી ત્વચામાં ખંજવાળ અને બળતરા વગેરેની સમસ્યામાં રાહત મળે છે.
એન્ટિ એજીંગ :
એલોવેરામાં વિટામિન સી અને વિટામિન ઇ સિવાય બીટાકેરોટિન પણ પ્રચુર માત્રામાં હોય છે. આ તમામ પોષક તત્વો એન્ટિએજિંગ તરીકે કામ કરે છે. એટલું જ નહીં એલોવેરા શરીરના કોલેજનના ઉત્પાદનને વધારવા માટે પણ જાણીતું છે. કોલેજન એ પ્રાથમિક પ્રોટીન છે, જે તમારી ત્વચાને કોમળ અને સેહતમંદ બનાવે છે.
વાળ માટે ફાયદા :
એલોવેરા જેલ + એરંડીયુ
વાળ માટે એલોવેરા જેલ અને એરંડીયાના તેલ એટલે કે કૈસ્ટર ઓઈલનું મિશ્રણ વાળ પર લગાવવું. એરંડીયુ વાળનો ગ્રોથ વધારવા માટે જાણીતું છે. સાથે જ તે વાળને ઘાટા કરે છે. જો તેમાં એલોવેરા જેલ ઉમેરવામાં આવે તો વાળનો ગ્રોથ બેગણો વધી જાય છે અને વાળ ખરતાં પણ અટકે છે.
એલોવેરા જેલ + નારિયેળ તેલ
એલોવેરા જેલમાં નાળિયેર તેલ મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકાય. નારિયેળ તેલ અને એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી તે વાળને સારી રીતે કંન્ડીશનીંગ કરે છે. આ મિશ્રણ તમારા તાળવાની ભિનાશને સીલ કરી દે છે. આ માસ્ક તમારા વાળને સ્વસ્થ રાખે છે, જેથી સ્પ્લિટ એન્ડની સમસ્યા ન ઉદભવે.