અનલોકનો આરંભ થતાં જ રાજકોટના બજારો ફરી ધમધમવા લાગ્યાં

રાજ્ય સરકારે આપેલી છૂટ બાદ રાજકોટની તમામ બજાર ફરીવાર ધમધમતા થયા છે. મીની લોકડાઉન બાદ દુકાનો સવારથી ખુલી છે.જેમા ચા, પાન, કપડા અને હાર્ડવેર સહિતની દુકાનો ખુલી છે. નાના વેપારીઓએ લાંબા સમય બાદ ફરી ધંધા વેપાર ચાલુ કર્યા છે.
સરકારની જાહેરાતથી રાજકોટના વેપારીઓમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. રાજ્યમાં આજથી લારી, ગલ્લા અને વેપારીઓને 6 કલાક સુધી વેપાર-ધંધા રાખવાની છૂટ મળી છે. બપોરે 3 વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. 50 ટકા ક્ષમતા સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ચાલુ રહેશે. લગ્ન પ્રસંગમાં મહત્તમ 50 વ્યક્તિને મંજૂરી અપાશે. તો અંતિમક્રિયા અને દફનવિધિમાં મહત્તમ 20 લોકો હાજર રહી શકશે.
આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ સિવાય શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો, સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્વિમિંગ પુલ, બંધ રહેશે. મંદિરો સહિતના ધાર્મિક સ્થાનો, રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક કે શૈક્ષણિક કાર્યક્મો અને મેળાવડા નહીં કરી શકાય. ઉપરાંત રાત્રી સમયે લગ્ન પ્રસંગો યોજી નહીં શકાય.રાજકોટ માર્કેટ યાર્ડમાં આજથી માલની આવકો શરૂ થઇ છે. કપાસ, મગ, તલ, મગફળી અને દિવેલાની આવકો શરૂ થઈ છે. શનિવાર સવારથી હરાજી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *