નવી દિલ્હી: પીએનબી ફ્રોડ મામલે બીજેપી અને કોંગ્રેસ આમને સામને આવી ગઈ છે. રક્ષા મંત્રી નિર્મલા સાતારમણે શનિવારે તેમની સરકારનો બચાવ કર્યો છે. તેમણે મીડિયાને સવાલ કર્યો છે કે, આ કૌભાંડ 2011 વખતનું એટલે કે યુપીએ સરકાર સમયનું છે. અમે કાર્યવાહી શરૂ કરી તેથી જ આ કૌભાંડ સામે આવ્યું છે. એવા ઘણાં પુરાવા છે જેના આધાર પર કોંગ્રેસ પાર્ટી સામે સવાલ કરી શકાય તેમ છે. જેથી જનતાને પણ સમગ્ર હકીકતનો ખ્યાલ આવે. સરકાર આરોપી નીરવ મોદીને પકડવા માટેના સમગ્ર પ્રયત્નો કરી રહી છે. બીજી બાજું કોંગ્રેસે કહ્યું છે, આપણાં દેશના જે ચોકીદાર છે તે ભજીયા બનાવવાની સલાહ આપી રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે, ચોકીદાર ઉંઘી રહ્યા છે અને ચોર ભાગી ગયા છે.