વેક્સિન કંપની ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વરમાં ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ખાતે કોવાક્સિન માટે વધારાની ઉત્પાદન ક્ષમતામાં તાત્કાલિક વધારો કરવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપની તેના ગુજરાત પ્લાન્ટ સાથે 1 વર્ષમાં ‘કોવાક્સિન’ ના 20 કરોડ ડોઝ બનાવવા જઈ રહી છે અને આ માટે વિવિધ સ્થળોએ ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. ભારત બાયોટેકે જણાવ્યું કે રસી ઉત્પાદનનાં ક્ષેત્રે ક્રાંતિ આવવાની છે અને આ માટે વધારાની લેબ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.