વિશ્વમાં ભારત કઠોળનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. હાલમાં મસુર દાળ પર ૫૦ ટકા અને ચણા પર ૬૬ ટકા આયાત ડયૂટી લાગુ કરવામાં આવે છે. અને આ બે કઠોળની ભારત ઓસ્ટ્રેલિયા તથા અન્ય દેશો ખાતેથી આયાત કરે છે તેથી સરકાર દ્વારા તાજેતરમાં કઠોળની મુકત આયાત કરવા દેવાના નિર્ણયને વખોડવામાં આવી રહ્યો છે. વર્તમાન વર્ષમાં દેશમાં કઠોળના ભાવ ટેકાના ભાવથી ઊંચે બોલાઈ રહ્યા છે અને સરકાર પાસે પણ સ્ટોકસનું પ્રમાણ નીચું છે. આમ ગયા વર્ષની ખરીફ તથા રવી મોસમમાં દેશમાં કઠોળના ઉત્પાદન પર અસર પડી હોવાનું જણાય છે, એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું કે ઘરઆંગણે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા આયાત ડયૂટી ઊંચી રાખવામાં આવી છે.