લૉકડાઉન તેમજ અન્ય પ્રતિબંધોના કારણે રિટેલ સ્ટોર્સ બંધ થઇ જતા વેપારીઓનો નાણાંકીય તણાવ હળવો થાય તે હેતુસર સરકારે રિટેલ વેપારીઓ માટે તાત્કાલિક સ્વતંત્ર રાહત પેકેજ જાહેર કરવું જોઇએ તેમ રિટેલર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું. એસોસીએશનના જણાવ્યા મુજબ દેશમાં રિટેલ ઉદ્યોગ ૪.૬ કરોડ લોકોને રોજગાર પૂરા પાડે છે. જે જીડીપીના ૧૦ ટકા જેટલો હિસ્સો છે. રાજ્યો દ્વારા લદાયેલા પ્રતિબંધોના કારણે દેશમાં ૮૦ ટકા જેટલા રિટેલ સ્ટોર્સ બંધ છે. તેથી એસોસીએશન દ્વારા રાહત પેકેજ આપવા માગ કરાઈ છે.