વિનાશક તાઉતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં કેળના પાકને રૂપિયા 150 કરોડથી વધુનું નુકશાન થયું હોવાનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે, ત્યારે હવે ફરી એક વાર ખેડૂતો સામે મોટી આપદા આવી પડી છે. જેથી સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકશાની ચુકવવાની માંગ ઉઠવા પામી છે. તાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે.