તૌક્તે વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યને એલર્ટ કરવામાં આવ્યું હતું. આ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. કેટલીક જગ્યાએ ઝાડ પડી ગયા તો કેટલીક જગ્યાએ પતરા ઉદી ગયા. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પવન સાથે ભારે વરસાદ ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. કાચા મકાનોમાં રહેતા લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે.તૌક્તે વાવાઝોડાના કારણે વડોદરામાં એક અનિચ્છનીય ધટના બની છે. વડોદરામાં ગોત્રી ખાતે આવેલી હોસ્પિટલમાં વાવાઝોડાના કારણે કાચની બારીતૂટીને ઉડતા ત્યાં થી પસાર થઈ રહેલા નર્સને વાગ્યું હતું અને તેમને ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય એટલું પણ હજુ જુનુ થયું નથી. જોકે વડોદરામાં હજુ પણ એવી ઘણી ઈમારતો છે જેને નુકસાન થયું છે.