એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં દારૂબંધીના કડક અમલની મોટી મોટી વાતો કરે છે અને પોલીસને પણ દારૂબંધીનો સખત અમલ કરાવવાના આદેશ આપ્યા છે. પરંતુ આવા કપરા કોરોના કાળમાં પણ દારૂનું વેચાણ થઇ રહ્યું છે અને દારૂ પકડનાર પોલીસકર્મીઓ પણજાણે બુટલેગરોને છાવરતા હોય તેવી ઘટના અમદાવાના નિકોલ વિસ્તારમાં સામે આવી છે. જેમાં બે પોલીસકર્મીઓ દારૂનો ઓછો જથ્થો બતાવી કેસ દાખલ કર્યો. પરંતુ બંને પોલીસકર્મીઓ ઉચ્ચ અધિકારીની તપાસમાં પકડાઇ ગયા અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
