દીવ અને ઊના વચ્ચે ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડા પૂર્વે ગુજરાતના અનેક વિસ્તારોમાં તૂટી પડેલા વરસાદને અને તોફાની પવનને કારણે વેડવાની બાકી રહી ગયેલી કેરીનો લગભગ સોએ સો ટકા પાક ખતમ થઈ ગયો છે.વરસાદ અને વંટોલને પરિણામે ઝાડ પરથી વેડવાની બાકી રેહેલી કેરી ખતમ થઈ ગઈ છે. કચ્છમાં પણ કેસર કેરીના પાકને ખાસ્સુ નુકસાન થયું છે. 5 લાખ હેક્ટરના બગીચામાં આંબા 1.70 લાખ હેક્ટરમાં છે. આમ સૌથી વધું કેરીને નુકસાન છે. 6 લાખ ટન કેરી ખરાબ થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં 5 લાખ હેક્ટર વિસ્તારમાં ફળોના બગીચાઓમાં ભારે નુકસાની થઈ હોવાના વાવડ મળી રહ્યા છે. ફળના સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. બાગાયતી ખેતીને મોટુ નુકસાન થયું છે. નાળિયેર પાકને પણ નુકસાન થયું છે.