અમદાવાદમાં સરેરાશ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. શહેરના મધ્ય વિસ્તારમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. ભારે પવનના કારણે પશ્ચિમ રિવર ફ્રન્ટ પર પણ મોટા ભાગના ઝાડ પડી ગયા છે. ઝાડ પડવાના કારણે રસ્તા પણ બંધ થયા છે. જેને કારણે હવે લોકોએ જાતે ઝાડ હટાવીને રસ્તો ખોલવાની ફરજ પડી છે. અમદાવાદના ઘીકાટા વિસ્તારમાં આવેલ પાંચ ભાઈની પોળમાં વાવાઝોડાના કારણે જર્જરીત હાલતમા રહેલું એક મકાન વરસાદી પવન ફુકાતા ઘરાશાહી થયુ છે. તે ઉપરાંત નારણપુરામાં આદર્શનગર પાસેનો ઈલેક્ટ્રીક પોલ તુટી ગયો હતો. અનેક વિસ્તારમાં ૨૦૦થી વધારે વ્રુક્ષો ધરાશય થયાં હતાં.
