સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાઉ’તે વાવાઝોડાના લેન્ડ ફોલ થવાની સ્થિતિ અંગે વાવાઝોડાની વધુ અસર પામનારા જિલ્લાઓ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના કલેક્ટરો સાથે વાતચીત કરી તેમના જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલોની સલામતી અંગે તેમજ જિલ્લામાં શેલ્ટર હાઉસમાં આશ્રય લઈ રહેલા લોકોની પરિસ્થતિ અંગે જાણકારી મેળવી હતી. આ જિલ્લાના કલેક્ટરોને સતત સાવચેત રહીને કોઈ માનવ હાનિ ન થાય તે માટે અને વાવાઝોડું પસાર થઈ ગયા પછી પણ સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી.