તાઉ-તે વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે. તેમ તેમ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલાસડના તિથલના દરિયામાં કરન્ટ જોવા મળ્યો છે. વાવાઝોડાના પગલે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત સમગ્ર રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.