ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને મોડી રાત સુધીમાં કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે ખસેડવામાં આવશે. બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હાલ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી.ના અંતરે છે. ૧૮મી મેના રોજ સંભવિત અસરગ્રસ્ત ૧૫ જિલ્લામાં ૭૦ થી ૧૭૫ કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભવાના છે. આ ઉપરાંત વાવાઝોડાની દસ્તક પહેલા તંત્ર પણ સજ્જ બન્યું છે. રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં ૪૪ NDRFની ટીમ ફાળવવામાં આવી છે. તથા ૬ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.